મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનનો રજત જયંતિ સમારોહ યોજાયો

New Update
મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનનો રજત જયંતિ સમારોહ યોજાયો

રજત જયંતિ મહોત્સવ અવસરે શ્રીમદ રાજચંદ્ની દિવ્ય પ્રતિમા સમક્ષ મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણી વલસાડ જિલ્લાના

અંતરિયાળ વનબંધુ વિસ્તાર ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના રજત જયંતિ સમારોહમાં

સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પુ. ગુરૂદેવ રાકેશભાઇની

ઉપસ્થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરી, પુષ્પાજંલિ અર્પી હતી. મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ

રાજચંદ્ર મિશનની રજતજયંતિ સમારોહ અવસરે પુ. રાકેશભાઇ  અને બીએપીએસ સંપ્રદાયના પુ.ગુરુજી બ્રહ્મવિહારી

સ્વામીના ગુજરાત સમૃદ્વ, સુખી, સંપન્નતા

સાથે સામાજિક સમરસતાનું કેન્દ્ર બને તેવા આશીર્વાદ મેળવ્યા હતા.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image

વિશ્વ વ્યાપી સંસ્થા આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ

રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્થાપનાના ૨પ વર્ષ પુણ થતાં રજત જયંતિ મહોત્સવ અવસરે

વિશાળ સમિયાણામાં ગુજરાતની વિશ્વભરમાં પ્રતિષ્ઠાની ગાથા વર્ણર્વતા મુખ્યમંત્રીએ

જણાવ્યું હતું કે, ગુજરાતીઓ માટે અહોભાવ છે. ધર્મપરાયણ,

અહિંસક, સંસ્કારી, વેપારી

અને સૌમ્યએ બધાના મુળમાં ગુજરાતમાં સંતો-મહંતોના આશીર્વાદ સાથે ગુજરાતનું ભવિષ્ય

ઉજળું બન્યું છે. ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે. ગુજરાતનો વિરાસત, વારસો અને પ્રતિષ્ઠા અપાવી છે. લોકોની ચિંતા કરીને જીવન લોકસેવામાં

સમર્પિત કરીને લોકચેતનાની મિશાલ સંતશકિતએ પુરી પાડી છે.

પુ. ગુરુજીના સાનિધ્યમાં અનેક પરિવારો ધર્મ

પ્રત્યે આસ્થા કેળવીને પરમાત્માં તરફ આગળ વધ્યા છે, તેવા

અહોભાવ વ્યકત કરી, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક

ઉત્તરદાયિત્વની ભાવનાથી સૌના કલ્યાણ માટે કેન્દ્રબિંદુ પ્રસ્થાપિત કર્યું છે.

શ્રીમદ રાજચંદ્રને કેન્દ્રમાં રાખી નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે  પુ.ગુરુદેવના અભિગમ સાથે કરૂણાભાવથી જીવ થી શીવ

સુધી આસ્થાના સંદેશ લઇને આગળ વધે એવી ભાવના તેમણે વ્યકત કરી હતી.

સ્વામી નારાયણ સંપ્રદાયે પણ સમાજને વ્યસનમુકિત

સાથે શિક્ષિત-દિક્ષિત કરીને લોકોને ધર્મની તરફ વાળીને ઇશ્વરીય કાર્ય કર્યું છે,

તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વ્યકિતનું પરમ સુખ બીજાના સુખમાં

સમાયેલું છે,એ દિશામાં સંતોએ યુવાનોને શિક્ષા-દિક્ષા આપી છે,

જેનાથી અનેકનો ઉદ્વાર થયો છે. રાજસત્તા પર ધર્મસત્તા, અને ધર્મ આધારિત  શાસન વ્યવસ્થા

બને એમા જ સૌનું કલ્યાણ રહેલું છે, એવો મત મુખ્યમંત્રીએ

વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ રાજચંદ્ર આશ્રમ ખાતે નુતન જીનમંદિર,

આવાસો, નિર્માણાધિન ૨પ૦ બેડની શ્રીમદ રાજચંદ્ર

હોસ્પિટલના કાર્યને નિહાળી સંતોષ વ્યકત કર્યો હતો.

સ્વામી નારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મવિહારી

સ્વામીજીએ ધરમપુર અંતિરયાળ વિસ્તારમાં ધર્મ સાથે સર્વ સમાજની સેવાભાવની આસ્થાને

બિરદાવી હતી. શ્રીમદ રાજચંદ્ર મિશન રજત જયંતિ મહોત્સવ અવસરે રાજય આદિજાતિ મંત્રી રમણલાલ

પાટકર, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, ભરતભાઇ

પટેલ, કલેકટર સી.આર.ખરસાણ, શ્રીમદ

રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી અભય જસાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.