મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ મોડાસા દ્વારા તેજસ્વી તારલા તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિધાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓને શિલ્ડ, મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહન આપ્યું હતું.
ડૉ.બાબા સાહેબ આંબેડકર ના આર્શિવાદ થી શિક્ષણના બંધારણીય અધિકાર મેળવીને કારકિર્દી ઉજ્જવળ બનાવનાર તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત કર્મચારીઓ ને પ્રોત્સાહિત અને શુભેચ્છા આપવા માટે મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા ધોરણ દસમા ના સતાવિસ વિધાર્થીઓ, ધોરણ બારમા ના સાડત્રીસ વિધાર્થીઓ અને ગ્રેજયુએટ,બી એસ સી,એમ એસ સી, ડોક્ટર ,સી એ ,રમતગમત ક્ષેત્રે ૬૬ વિધાર્થીઓને અને નવનિયુક્ત ત્રેસઠ સરકારી કર્મચારીઓને મોમેંટો,શિલ્ડ અને પ્રમાણપત્ર સમારંભના અધ્યક્ષ મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, અધિક કલેકટર આર.કે રાઠોડ, સબલપુર ગામ સરપંચના હસ્તે અર્પણ કરાયા હતા.
તેમજ સરકારી ક્ષેત્રે નવનિયુક્ત થયેલ ૬૭ કર્મચારીઓ ને શિલ્ડ, મોમેંટો અને પ્રમાણ પત્ર આપી ને શુભેચ્છાઓ આપી હતી. સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ શાહ, ડો અશ્વિનભાઈ રાઠોડ ,રવિભાઈ રાઠોડ , હાજર રહીને વિધાર્થીઓ ને શિક્ષણ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ ઓમા રસ લઈને જિંદગીમાં સદા ઉન્નતિ થાય તેવા સંદેશો આપ્યો હતા અને વિધાર્થીઓને શિલ્ડ,
મોમેન્ટો અને પ્રમાણપત્ર આપ્યા હતા.આ સર્વ સન્માન સમારોહ નું આયોજન મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ ના સહિયારા સહયોગથી કરવામાં આવ્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT