મોરબી: એટ્રોસિટી કેસના ગુના બદલ વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય સહિત પાંચની અટકાયત કરતી પોલીસ.

70

મોરબીનાં વાકાનેરમાં લોકસભા ચૂંટણીના દિવસ દરમ્યાન ૨૦૧૨ની એટ્રોસિટી કેસનો ગુનો સામે આવ્યો છે, મોરબીનાં વાકાનેરની ગુનામાં વાંકાનેરનાં ધારાસભ્ય મોહંમદ પીરઝાદા સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2012માં વાંકાનેરમાં સરકારી મિલકતને નુક્શાન પહોચાળવા બદલ તેમનાં પર એટ્રોસિટી કેસનો ગુનો નોધવામાં આવ્યો હતો.

જોકે આ એટ્રોસિટીના કેસ બદલ વાંકાનેરનાં ધારાસભ્ય મોહંમદ પીરઝાદાએ ધરપકડ પર સ્ટે મેળવી લીધો હતો. સ્ટે હટ્યા બાદ પોલીસે તેમની ધરપકડની કાર્યવાહી કરી હતી. જોકે ધારાસભ્ય મોહંમદ પીરઝાદા સહિતનાં તમામ પાંચ લોકોએ આ મામલે આગોતરા જામીન પહેલા જ લઇ લેતા તેઓ હાલમાં છુટી ગયા છે.

વાકાનેરની આ બેઠક પીરઝાદા પાસે વર્ષ 2002થી અત્યાર સુધી તેમની પાસે જ છે. આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં તેમને ભાજપના જીતૂભાઇ કાંતિ ભાઇ સોમાનીને હરાવ્યા હતાં.

LEAVE A REPLY