યુપીમાં એક જ કુટુંબના 11 પરિવારજનો ની હત્યા થી અરેરાટી વ્યાપી 

New Update
યુપીમાં એક જ કુટુંબના 11 પરિવારજનો ની હત્યા થી અરેરાટી વ્યાપી 

યુપીના અમેઠી જિલ્લાના મહોન પશ્ચિમ ગામનો એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જમાલુદીનના સમગ્ર પરિવારનું ગળુ કાપીને તેમની કરુણમય હત્યા કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મરનાર 11 લોકોમાં 1 પુરુષ , 2 મહિલાઓ અને 8 બાળકોનો સમાવેશ થાય છે જેમાં મહિલા અને બાળકોની ગળા કાપીને હત્યા કરવામાં આવી છે.જયારે જમાલુદીન નામના પરિવારના મુખ્ય વ્યક્તિનો મૃતદેહ ઘરમાં ફાંસીએ લટકેલો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતુ તેમજ કેસનોંધીને આગળની તજવીજ હાથ ધરી હતી.