New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/indian-voters1.jpg)
આજરોજ ઉત્તરપ્રદેશમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 60% જેટલું નોંધાયું હતું.
UP માં 69 બેઠકો માટે આ ત્રીજા તબક્કામાં 12 જિલ્લાઓમાં મતદાન થયું હતું જેમાં ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહત્તમ મતદાન બારાબંકી , સીતાપુર અને કનૌજ ખાતેથી નોંધવામાં આવ્યું હતું.
મતદાન દરમિયાન કેટલીક જગ્યાઓ પર ફાયરિંગ અને પથ્થરમારો જેવા બનાવો બન્યા હતા પરંતુ એકંદરે મોટા ભાગોના સ્થળો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.