New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/3a7b22791f5f233df7026019afa6c1eb.jpg)
ઉત્તરપ્રદેશના અસદપુર ગામમાં ગુરુવારના રોજ એક અકસ્માતમાં સ્કૂલના 15 બાળકો મોતને ભેટ્યા છે, જયારે 30 થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર પણે ઇજા પામેલ સ્કૂલના બાળકોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયુ હતુ અને ઘટના અંગેની સઘન કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જામી હતી.
વધુમાં રજા હોવા છતાં પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.