રાજકોટમાં ગુલાલની છોડો સાથે ગણપતિ બાપ્પાને અપાય વિદાય

New Update
રાજકોટમાં ગુલાલની છોડો સાથે ગણપતિ બાપ્પાને અપાય વિદાય

રાજકોટમાં વિઘ્નહર્તા દેવને વિદાય પ્રસંગે ધુળેટી જેવો માહોલ જોવા મળ્યો હતો. સૌ કોઈ ડિજેનાં તાલે ઝૂમીને ગણપતિ વિસર્જનમાં જોડાયા હતા.

રાજકોટમાં વિઘ્નહર્તાની વિદાય ધામધુમ પુર્વક કરવામાં આવી હતી. જો કે વિદાય પહેલા ઘણા પંડાલોમાં ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં હવન કરાવનાર મહારાજે જણાવ્યુ હતુ કે ગણેશ યાગ એક જ એવો યજ્ઞ છે કે જેમાં શિવ પરિવારની પુજા થાય છે. જો કે આ યજ્ઞમાં કાર્તિકેય મહારાજની પુજા નથી થતી, કારણ કે કાર્તિકેય મહારાજની પુજા કાર્તક મહિનામાં જ કરવામાં આવે છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનમાં કોઈ અનિચ્છનિય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ એસીપી ક્રાઈમે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે વિસર્જનમાં 60 થી વધુ ટ્રક તેમજ 100થી વધુ બાઈકસ જોડાયા છે. તો 12 કિ.મી લાંબા રૂટ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ટ્રાફિક શાખાના અધિકારીઓને પણ સુચના આપી દેવાઈ છે. તો સુરક્ષા વ્યવસ્થા માટે 2 જેટલા ડિવાઈએસપી, 5 પીઆઈ 15 પીએસઆઈ 20 એએસઆઈ તેમજ કોન્સ્ટેબલ, હેડ કોન્સટેબલ સહિત કુલ 145 પોલીસ અધિકારીઓ અને કર્મીઓ રૂટ પર ખડકી દેવામાં આવ્યા છે.