રાજકોટમાં બે મહિલાઓ અઢી તોલા સોનાની ચેઇનની ચીલ ઝપડ કરીને ફરાર

રાજકોટ શહેરની એક સેલની દુકાનમાંથી બે મહિલાઓએ પોતાની હાથ ચાલાકીનો કબસ અજમાવીને અન્ય મહિલાના ગળામાંથી અઢી તોલા સોનાની ચેઇનની ચીલ ઝડપ કરીને ફરાર થઇ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કેમેરાના ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ શહેરના આર વર્લ્ડ સીનેમા પાસે આવેલ સેલની દુકાનમાં દુપટ્ટા ગેંગ જેવી મોડસ ઓપરેન્ડી દ્વારા બે મહિલાઓ દ્વારા ચીલ ઝડપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સાડી જોવાની એકશન કરતા કરતા અન્ય મહિલા ખરીદાર ના ગળામાં પહેરેલી 2.50 તોલા સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી બે મહિલાઓ ફરાર થઈ ગઈ હતી.
બંને મહિલા ચીલ ઝડપ કરી બહાર નિકળતાની સાથે એક એકટીવા પર સવાર થઇ ને ફરાર થઈ ગઈ હતી. જો કે આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.ભોગ બનનાર મહિલા દ્વારા હાલ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માં આવી છે. પોલીસે પણ હાલ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.