New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/how-to-shoot-a-pistol.jpg)
બનાવ અંગે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ થતા તપાસ શરૂ
રાજકોટમાં સામાન્ય બાબતે ફાયરિંગ હવે નજીવી ઘટના બની ગઇ છે. ભગવતીપરામાં પાનના ગલ્લે ગાળો બોલવાની ના પાડતા વિફરેલા શખ્સે ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યો છે. બનાવ અંગે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. ભગવતીપરામાં સંજરી પાનની દુકાને એજાઝ નામના યુવકે આરોપી ભરત કુગસિયાને ગાળો બોલવાનીના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા ભરતે એજાઝ ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં એજાઝને ગોળી વાગી હતી. ભરતનો ભગવતીપરા વિસ્તારમાં આતંક હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ ઘટના બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories