રાજકોટ : અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા માટે સુપ્રિમ કોર્ટને અભિનંદન : સીએમ

New Update
રાજકોટ : અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા માટે સુપ્રિમ કોર્ટને અભિનંદન : સીએમ

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ

વિવાદમાં શનિવારના રોજ સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની

પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુપ્રિમ કોર્ટને અભિનંદન આપ્યાં હતાં.

બીજી તરફ ગોંડલમાં મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરાયું

રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો

ચુકાદો  જાહેર કર્યો

છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં દેશના સર્વોચ્ચ

ન્યાયતંત્રનો આભાર માન્યો હતો સાથે સાથ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અભિનંદન

પાઠવ્યા હતા. તો સાથે જ દેશ અને ગુજરાતની જનતાને શાંતિ અને એકતા બનાવી રાખવા માટે

અપીલ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે રામ મંદિરના આપેલા ચૂકાદાને ગોંડલના  બજરંગદળ,વિશ્વ હિન્દુ પરિષદ સહિતના આગેવાનો

કાર્યકર્તાએ આવકાર્યો હતો. ગોંડલના તરકોશી હનુમાનજીના મંદિર ખાતે બજરંગદળ

વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામની મહા આરતીનું આયોજન કરાયું. આ સાથે જ

પ્રસાદમાં મીઠાઈઓ વહેંચીને લોકોના મીઠા મોઢા કરાવવામાં આવ્યાં હતાં.