રાજકોટમાં આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલકોએ વાલીઓ સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરંતુ પોલીસ સંચલકો વિરુધ્ધ કાર્યવાહી ન કરતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો.

રાજકોટના ત્રંબા ગામ પાસે આવેલ આર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૦૦થી વધુ વાલીઓએ ત્રિકોણ બાગ ખાતે ધરણા કર્યા હતા. આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલકોએ વાલીઓ પાસેથી ડિપોઝિટના ૮૦ હજારથી ૧.૫ લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરવામાં આવી છે. જે બાબતની પોલીસને રજુઆત કરવામાં આવી તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓ દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર સાથે ધારણા કરવામાં આવ્યા હતા.

સ્કૂલ સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ સાથે વાલીઓને ધરણા કરવાની ફરજ પડી હતી. આર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાના પુત્ર હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ પણ કરવામા આવ્યો હતો. જીતેન્દ્ર સખીયા શાળાના ટ્રસ્ટી હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો હતો.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here