/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/untitled_1530607622.jpg)
જસદણ બેઠક પરથી કોંગ્રેસમાં વર્ષ 2012માં વિજય મેળવ્યો હતો, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું
જસદણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલે ગત રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતાં ભાજપમાં જોડાયા હતા. આજે ફરીથી ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આજે જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે બીજી તરફ ભોળાભાઇ ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.
ભોળાભાઇ ગોહિલ જસદણના પૂર્વ કોંગ્રસના ધારાસભ્ય છે. તેઓએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભરત બોઘરાને પરાજય આપીને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ગત રાજ્યસભાની ચૂંટણીમાં ભોળાભાઇએ ભાજપના ઉમેદવારને મત આપતા તેમને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતા. બાદમાં તેઓ લાપતા છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. થોડા દિવસ પહેલાં જ વીંછિયામાં કુંવરજીભાઇ બાવળીયાની આગેવાનીમાં કોળી સમાજનું સમરસતા સંમેલન યોજાયું હતું. ત્યારે ભોળાભાઇ અને કુંવરજીભાઇ બન્ને એક મંચ પર જોવા મળ્યા હતા. આજરોજ બન્ને નેતાઓ અળગ અલગ દિશામાં જતાંજોવા મળ્યા હતા.