રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો અને કલાકૃતિનુ પ્રદર્શન શરૂ, 900 થી વધુ પેન્ટિંગ્સ બની આકર્ષણનું કેન્દ્ર

New Update
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો અને કલાકૃતિનુ પ્રદર્શન શરૂ, 900 થી વધુ પેન્ટિંગ્સ બની આકર્ષણનું કેન્દ્ર

દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ આજે પ્રથમ વખત રાજકોટમાં પ્રધાનમંત્રીના ફોટોનું મેગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં અવાયું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજકોટ સહીત દેશભરમાંથી ૨૦૦ થી વધારે કલાકારોએ આ એકઝીબીશનમાં ભાગ લીધો હતો અને ૧૦૦૦ થી વધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અલગ અલગ ચિત્રો પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે. રાજકોટ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આજથી શરુ થયેલ એક્ઝીબીશન આગામી ૫ જુન સુધી સવાર ના ૧૦ થી સાંજના ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આજથી ૫ દિવસ ચાલનાર આ એક્ઝીબીશન માં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ખાસ કરી યુવાધન આ કલાકૃતિ નિહાળવા આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી ના ચિત્રો સાથે સેલ્ફી લઇ રહ્યા છે.

યુવાનો પણ કઈ રહ્યા છે કે ૫ વર્ષ ના કાર્યકાળ માં પ્રધાનમંત્રી ખુબ સારા કામ કર્યા છે અને આગળ પણ તેઓ દેશ માટે સારા કામ કરશે ત્યારે આ એક્ઝીબીશન રાજકોટ માં થયું એ એ બાબતે રાજકોટવાસીઓ માં ખુશીની લહેર જોવા મળી હતી

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.