Connect Gujarat
ગુજરાત

રાજકોટ : વેપારી પર હુમલો કરી 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર

રાજકોટ : વેપારી પર હુમલો કરી 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર
X

રાજકોટ શહેરમાં બેફામ બનેલા ગુનેગારો ઉપર અંકુશ મેળવવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ વધુ એક લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના મોરબી રોડ ઓવરબ્રિજ નીચે ચાંદીના વેપારીને એક શખ્સે આંતરી બીજા શખ્સે પાછળથી માથામાં તીક્ષણ હથિયારનો ઘા ઝીકી 15 કિલો 500 ગ્રામ જેની કિંમત 4.50 લાખ રૂપિયા થતી હોય તે લૂંટીને ભાગી જતા ભારે ચકચાર મચી જવા પામી છે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી લૂંટારૂઓને ઝડપી પાડવા વિવિધ દિશામાં જુદી જુદી ટિમો દોડાવી છે.

શહેરના પેડક રોડ ઉપર લાખેશ્વર સોસાયટીમાં રહેતા અને ઘરબેઠા જ બે કારીગર અને પિતા સાથે મળી ચાંદીના પાયલ બનાવવાનું કામ કરતા મયુરભાઈ દિનેશભાઇ બોકર નામના 26 વર્ષીય પટેલ યુવક અન્ય વેપારીઓ પાસેથી કાચો માલ લઈને ચાંદીના પાયલ બનાવવાનું કામ કરે છે આ કામ માટે તેઓને થોડું જોબવર્ક બહાર પણ એવું પડતું હોય છે તે પેટે 15 કિલો 500 ગ્રામ ચાંદીના પાયલ બનાવવાનું કામ અન્ય બહેનોને આપ્યું હોય જે પોતે મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ પાસેની સોસાયટીમાં જુદી જુદી બહેનો પાસેથી લેવા ગયા હતા. રાત્રે દસેક વાગ્યે આ માલ એક થેલામાં ભરીને બાઇકમાં આગળ પેટ્રોલની ટાંકી ઉપર રાખીને પરત ઘર તરફ આવતા હતા ત્યારે ઓવરબ્રિજ નીચે સીતારામ સોસાયટી સામે એક શખ્સ બાઈક આડે ઉભો રહી ગયો હતો ટાયર બે પગ વચ્ચે રાખીને ઉભો રહી જતા પોતે હજુ કઈ બોલે તે પહેલા જ પાછળથી એક શખ્સે માથામાં તીક્ષણ હથિયારનો ઘા ઝીકી દેતા પોતે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને બંને શખ્સો ચાંદીનો માલ ભરેલો થેલો લૂંટી ભાગી ગયા હતા અર્ધબેભાન હાલતમાં નજીકમાં રહેતા કૌટુંબિક બનેવી મનસુખભાઇ પટેલને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમણે પિતા દિનેશભાઇને ફોન કરી મયૂરભાઈને હોસ્પિટલે ખસેડ્યા હતા. ઘટના અંગે 4.50 લાખની ચાંદીની લૂંટ અંગે ફરિયાદ નોંધી લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી જુદી જુદી દિશામાં ટિમો દોડાવાઈ છે.

લૂંટારુઓ કોઈ જાણભેદુ હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story
Share it