રાજકોટ : સૌરાષ્ટ્રનો સૌથી પહેલો ત્રિપલ તલાકનો કેસ સામે આવ્યો

New Update
રાજકોટ : સૌરાષ્ટ્રનો સૌથી પહેલો ત્રિપલ તલાકનો કેસ સામે આવ્યો

દેશમાં ત્રિપલ તલાકનો કાયદો પસાર થયા બાદ સૌરાષ્ટ્રનો પ્રથમ કેસ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના ભક્તિનગર પોલીસ મથક ખાતે પીડીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસના જણાવ્યાં પ્રમાણે અલ્તાફ નકાણીએ તેની પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતાં. અલ્તાફ સામે ચાલતા ભરણ પોષણનો કેસ પરત ખેંચવા બાબતે ઝગડો કરી ટ્રિપલ તલાક આપ્યાં હતાં.ટ્રિપલ તલાકના નવા કાયદા મુજબ મુસ્લિમ મહિલા ઓર્ડીનનસ 2018 મુજબ ગુનો બનતો હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment