Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની મળી બેઠક, આ વર્ષે સીંગતેલનું ઉત્પાદન વધશે

રાજકોટ : સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની મળી બેઠક, આ વર્ષે સીંગતેલનું ઉત્પાદન વધશે
X

રાજકોટ સૌરાષ્ટ્ર ઓઇલમીલ એશોશીએશન દ્રારા આજે મગફળી અને સિંગતેલના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામા આવ્યા હતા. આ વષૅ સારો વરસાદ છે ત્યારે સોમાનો અંદાજે છે એક મગફળીનુ 30 લાખ ટન ઉત્પાદન થશે. સોમાના પ્રમુખ સમીર શાહએ સરકારને મીડીયાના માધ્યમથી કહ્યુ વિશ્વના અન્ય દેશોમાથી તેલની આયાત ધટાડવામા આવે તો મગફળી પકવતા ખેડુતોને સારા ભાવ મળી શકે છે. સિંગતેલના વેપારીએ દાવો કર્યો કે ચાલુ વષૅ મગફળી સહીતના સારા પાકને લઇને દેશ આર્થિક મંદીમાથી તેજી તરફ પ્રયાણ કરશે..

દેશમા સૌથી વઘુ મગફળીનુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્રમા થાય છે સૌરાષ્ટ્ ઓઇલમીલ એશોસએશન દરવષૅ મગફળીના પાકનો અદાજે કાઢે છે..સોમાના પ્રમુખ સહીતના આગેવાનોએ આજે રાજકોટમા પત્રકાર પરીષદ કરી હતી જેમા તેઓએ મગફળીના પાકનો અદાજ કાઢયો હતો ..સોમાનો કહેવુ છે કે ચાલુ વષૅ ગત વષૅ કરતા વાવેતર એક લાખ હેક્ટર વઘ્યુ છે જેની સામે સારા વરસાદને લઇને ઉત્પાદન ડબલ આવશે..સોમાના સવૅ મુજબ ગતવષૅ 14 થી 15 લાખટન જ મગફળીનુ ઉત્પાદન થયુ હતુ ચાલુ વષૅ 30 લાખ ટન કરતા પણ વઘુ ઉત્પાદન થયુ છે..

સોમાના પ્રમુખને સિંગતેલના ભાવ વિશે પુછતા તેમને સિંગતેલના ડબ્બાના ભાવ કેટલા થશે તેનો ગોળગોળ જવાબ આપ્યો હતો ..નવાઇની વાત તો એ છે કે ખેડુતો જે ઉત્પાદન કરે છે તે મગફળીના આંકડાઓ તેમની પાસે સચોટ હતા ..તેલના ભાવની ખબર ન હતી.. સાથે સમીર શાહએ મીડીયા મારફત સરકારને જમાવ્યુ હતુ કે સરકાર અન્ય દેશમાથી આયાત થતા સિંગતેલના આયાત ધટાડે તો ખેડુતોને મગફળીના સારા ભાવ મળી શકે..સમીર શાહએ સરકારને એમ પણ કહ્યુ તે આયાત થતા તેલ પર સરકાર ડ્યુટી વઘારે ખેડુતો અને વેપારીઓને ફાયદો થાય

ભારતનુ અથૅતંત્ર ખેતી પર આધારીત છે ખેતીમા સારુ ઉત્પાદન થાય એટલે બધા જ વ્યવસાયમા તેજી આવે..સોમાના અગ્રણી વેપારીનુ કહેવુ છે કે મગફળીનુ ચાલુ વષૅ બમ્પર ઉત્પાદન થવાનુ છે માત્ર મગફળીનુ ઉત્પાદન કરતા ખેડુતોને 135 અબજ રુપીયા મળસે જેનો સીઘો ફાયદો અથૅતંત્રને થશે..ખેડુતો પાસે પૈસા આવે તે બજારમા ફરે છે બજારમા પૈસા ફરે એટલે અથૅતંત્રમા તેજી આવે તે અથૅશાસ્ત્રનો સીઘો નીયમ છે જો કે આ સમયે અગ્રણી વેપારી ડાયાભાઇ કેસરીયાએ એવો પણ દાવો કર્યો હતો કે ચાઇનામા 160 લાખ ટન મગફળીનુ ઉત્પાદન થવાનુ હતુ જેમા કોઇ કારણેસર 20 થી 30 ટકા પાક ત્યા નીષ્ફળ ગયો છે જેના કારણે ચાઇના ભારતમાથી તેલની આયાત કરશે એટલે વેપારીઓ અને ખેડુતોને સીઘો ફાયદો થશે..

સોમા અને વેપારીઓ જે આંકડાકીય માયાજાણ રચતા હોય તે ,હાલમા તો જગતના તાતને ઓપન બજારમા મગફળીની એટલી આવકોે થઇ રહી છે કે દરરોજ પચાસથી સો રુપીયા ભાવ ધટી રહ્યા છે..શરુઆતમા ખેડુતોને મગફળીના ભાવ 1300 થી 1500 મળતા હતા હાલમા રાજકોટ ગોેડલ સહીત સૌરાષ્ટ્રના માકૅટીંગ યાડૅમા ખેડુતોને 800 થી 1000 રુપીયા જ મળી રહ્યા છે.

Next Story