/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13171459/maxresdefault-152.jpg)
પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક
પટેલ ફરીથી સક્રિય બન્યો છે. ખેડૂતોને પાક વીમાની રકમ ચુકવવામાં આવતી નહિ હોવાથી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મૌવૈયા ગામેથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા ના મોવૈયા
ગામે હાર્દિક પટેલે ખેડૂતલક્ષી આંદોલન શરૂ કર્યું છે ત્યારે ભાજપની ભગીની સંસ્થા
એવી ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતલક્ષી આંદોલનને ટેકો જાહેર કર્યો છે. રાજકોટ જિલ્લા
ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ ખેડૂત લક્ષી આંદોલનનું સમર્થન કર્યું છે
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ ભલે કોંગ્રેસના હોય પરંતુ
તેમનું આંદોલન ખેડૂતલક્ષી છે તેથી ખેડુતોની સંસ્થા અને તેમના કાર્યકર્તાઓ તેમની
સાથે છે. દિલીપ ધોળકિયાએ જણાવ્યું હતું કે પડધરી તાલુકા ના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ
જ દયનીય છે. બે વર્ષથી પડધરી તાલુકાના મોટાભાગના ખેડૂતોને પાક વીમા મળ્યો નથી. ગત વર્ષે પણ
મગફળીનો વીમો ઝીરો ટકા મળ્યો હતો. સરકાર દ્વારા પડધરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર
કરવામાં આવ્યો હતો પણ વીમા કંપનીની બેધારી નીતિના કારણે ખેડૂતો પાયમાલ થયા છે