રાજપીપળાનો એક એવો પ્રસંગ જેનાથી જો અન્ય સ્ત્રીઓ બોધપાઠ લે તો વૃદ્ધાશ્રમ જરૂર રહેશે ખાલીખમ

New Update
રાજપીપળાનો એક એવો પ્રસંગ જેનાથી જો અન્ય સ્ત્રીઓ બોધપાઠ લે તો વૃદ્ધાશ્રમ જરૂર રહેશે ખાલીખમ

જમાનો બદલાયો તેમ તેમ વ્યવહાર અને લાગણી પણ બદલાય છે, નવા નવા લગ્ન થાય ત્યારે પુત્રવધૂને પોતાના સાસુ-સસરા હૃદયથી વ્હાલા લાગે પણ જેમ જેમ સમય જાય તેમ તેમ કેપ્રી અને જીન્સ-ટી શર્ટ પહેરવા ટેવાયેલી એ જ ફેશનેબલ પુત્રવધુને પોતાના સાસુ-સસરા માઠા લાગવા માંડે છે.પત્ની પોતાના પ્રિય પતિની કાન ભંભેરણી કરી છેવટે સાસુ-સસરાને વૃદ્ધાશ્રમ સુધી મૂકી આવવામાં સફળ થાય છે એવા કિસ્સાઓ સમાજમાં બન્યા જ કરે છે. એમ નેમ કાંઈ વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો નથી થયો.પણ રાજપીપળામાં એક એવો પ્રસંગ બન્યો જેનાથી જો અન્ય સ્ત્રીઓ બોધપાઠ લે તો વૃદ્ધાશ્રમ ખાલીખમ જરૂર રહેશે એમા કોઈ બે મત નથી.

publive-image

સંગ હતો નર્મદા જિલ્લા માહિતી કચેરીના કર્મઠ કર્મચારી આર.બી.જેઠવાના વય નિવૃત્તિના કારણે વિદાય સમારંભનો. ૩૦મી જૂને તેઓ તેમની ૩૨ વર્ષથી વધુની લાંબી સરકારી સેવાઓ બાદ વયનિવૃત્ત થયા હતા.રાજપીપળા કલેક્ટરાલયના સભાખંડ ખાતે જેઠવાજીનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો હતો,જેમાં નર્મદા કલેકટર આઈ.કે.પટેલ,નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ,નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા સહિત રાજપીપળા માહિતી પરિવારનાં સભ્યો તેમજ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓની ઉપસ્થિત રહ્યા હતા.એ તમામ લોકો જેઠવાજીને પુષ્પગુચ્છ આપી એમની સેવાઓને બિરદાવી રહ્યા હતા.

publive-image

એવામાં એક નવયુવાન ફેશનેબલ યુવક-યુવતી ઉભા થયા અને “વેલકમ ટુ હોમ પાપા” “આજે તમે ઘરે આવો છો એ અમારા માટે ખુશીનો દિવસ કહેવાય” એમ કહીને જેઠવાજીને હર્ષથી ભેટી પડ્યા, ત્રણેવની આંખોમાં ઝરઝરીયા આવી ગયા.પછી જાણવા મળ્યું કે એ બન્ને જેઠવાજીના યુવાન પુત્ર વૈષ્નવ અને પુત્રવધુ ક્રિષ્ના છે. એ નવ યુગલ ઠેક રાજકોટથી પોતાના પિતાને ઘરે લેવા માટે આવકારવા રાજપીપળા આવી પહોંચ્યા હતા.આ કિસ્સો એ બાબત સાબિત કરે છે કે આજના ફેશનેબલ યુગમાં જીન્સ ટીશર્ટ પેહેરેલી પુત્રવધુ ફેશનની સાથે સાથે મા-બાપ તુલ્ય વૃદ્ધ સાસુ-સસરાને કેવો આદર આપવો તથા એ પણ સારી રીતે જાણે જ છે. આજ કાલ સાસુ-સસરાને વૃદ્ધાશ્રમમાં ધકેલવાના કિસ્સા સામે આ કિસ્સા પરથી બીજી અન્ય સ્ત્રીઓ જો બોધપાઠ લે તો વૃદ્ધાશ્રમમા કાગડા ઉડે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય એ વાત ચોક્કસ છે.જોકે હાલમાં સમાજમાં એવી પુત્રવધુઓ પણ છે કે જે પોતાની દિનચર્યા,સમાજસેવાની સાથે સાથે પોતાના વૃદ્ધ સાસુ-સસરાની મનથી સેવા કરે જ છે.

Latest Stories