Connect Gujarat

રાજમૌલી હવે મહાભારત પર બનાવશે ફિલ્મ

રાજમૌલી હવે મહાભારત પર બનાવશે ફિલ્મ
X

બાહુબલીની ભવ્ય સફળતા બાદ ફિલ્મ ના ડિરેક્ટર એસ એસ રાજમૌલી મહાભારત પર ફિલ્મ બનાવશે

બાહુબલીના બીજા ભાગની આખા વિશ્વમાં આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હમણાં જ તેનું કાર્ય પૂર્ણ થતા તેની કેટલીક તસવીરો રાજમૌલીએ શેર કરી હતી તે હવે નવી ફિલ્મ મહાભારત પર કામ કરશે એવી શક્યતા વર્તાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ 3 ભાગ માં બનશે અને તેને બનતા 4 થી 5 વર્ષનો સમયગાળો પણ લાગશે આ સાથે સ્ટારકાસ્ટમાં ત્રણેય ખાન ત્રિપુટી તથા બિગ બી અને અક્ષય કુમાર પણ હોઈ શકે છે તથા હિરોઈન માં પ્રિયંકા અને દીપિકા ના નામની ચર્ચા ચાલી રહી છે.

આમિર ખાને આ પહેલા પણ જણાવ્યું હતું કે તેઓ રાજમૌલીના પ્રસંશક છે અને જો તે મહાભારત પર ફિલ્મ બનાવશે તો આમીરની ઈચ્છા તેમાં કર્ણ અથવા કૃષ્ણનો રોલ કરવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ફિલ્મસ્ટાર સાથે બજેટ પણ મોટું જ હશે જે હિન્દી સિનેમા જગતની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે તેમજ મોટા સ્ટાર ભાગ્યે જ એક સાથે કામ નજરે પડે છે પરંતુ વાત જયારે રાજમૌલીની હોય ત્યારે કદાચ આ શક્ય બની શકે છે.

Next Story
Share it