/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/03-3.jpg)
વાગરા તાલુકામાં મગનું ઉત્પાદન વિપુલ માત્રામાં થાય છે.રાજ્ય સરકારે ટેકાના ભાવે પુનઃ મગની ખરીદી કરવાની જાહેરાત કરતા વાગરા સેન્ટર ઉપર ૧૪૭૦ ખેડૂતોની નોંધણી થઇ હતી.એકાએક સમય પહેલા ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં મગનું વાવેતર હજારો હેકટરમાં કરવામાં આવે છે.જેને કારણે મગનું ઉત્પાદન પણ પુષ્કર પ્રમાણમાં થાય છે.રાજ્ય સરકારે ટેકાના ભાવે પ્રથમ ખરીદી કરી સેન્ટર બંધ કરી દેતા સેંકડો ખેડૂતો લાભથી વંચિત રહેતા ભારે હોબાળો થયો હતો.જગતના તાતે ટેક્ટર ટ્રેલર સાથે ભરૂચની શ્રવણ ચોકડી પર કલાકો સુધી ચક્કાજામ કરતા વાતાવરણ ગરમાઈ ગયુ હતુ.ખેડૂતોને માર્ગ પરથી હટાવવા પોલિસે લાઠી ચાર્જ કર્યો હતો.
જેમાં રાજ્ય સરકારે પીછેહટ કરી ગુજરાતમાં પાંચ સેન્ટરને મગ ખરીદી માટે મંજૂરી આપી હતી.૮ એપ્રિલ થી ૫ જૂન સુધી ખરીદીની છાપાઓમાં રાજ્ય સરકારે જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી.વાગરા સેન્ટર ઉપર ખરીદીના સમયે ૨૫ દિવસ સેન્ટર બંધ રાખવામાં આવ્યુ હતુ.નોંધણી થયેલા ૧૪૭૦ ખેડૂતોની નોંધણી સામે ૬૯૮ ખેડૂતોના ૧૩૩૭ ટન મગ ની ખરીદી થઈ છે.તો બીજી તરફ ૫ જૂન પહેલા ખરીદી બંધ કરાતા બાકી રહેલા ૭૭૨ ખેડૂતોમાં ભારે અસમંજસ વચ્ચે તકલીફમાં મુકાઈ જવા પામ્યા હતા.રાજ્ય સરકારે સમય પહેલા ખરીદી કેન્દ્ર બંધ કરી જગતનો તાત છેતરપિંડી કરી હોવાની ખેડૂતો અનુભવી રહ્યા છે.આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો.