/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/drajgEyR.jpg)
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત સપ્તાહે મુશળધાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થીતીનું નિર્માણ થયું હતું. મુંબઈ માં પણ ભારે વરસાદ હોવાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો.મોટાભાગની ટ્રેનો નિર્ધારીત સમય કરતા મોડી દોડતી હોવાથી સેંકડો મુસાફરો અટવાયા હતા.
ભરૂચની લાયન્સ કલબના સભ્યો તથા હોદ્દેદારોએ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવતી ટ્રેનોમાં પહોંચીજઈ મુસાફરોને ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ તથા ૧૦૦૦પીવાના પાણીનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ભારે વરસાદમાં જળબંબાકાર બની ગયેલા હાંસોટ તાલુકાના અસરગ્રસ્તો માટે પણ ૫૦૦ ફૂડ પેકેટ, ૫૦૦ પાણીની બોટલ ડે.કલેકટર નીલેશ સાવલીયા ને મોક્લાવાયા હતા. આ ફૂડ પેકેટ અને પાણીના બોટલો વિતરીત કરી લાયન મેઘ સિંઘ ચંપાવત – પ્રમુખ, લાયન સુનિલ નેવે-સેક્રેટરી, લાયન પંકજ પટેલ - રિજિયન ચેરમેન,લાયન અશોક જાદવ,લાયન પિયુષ પટેલે માનવતા મહેકાવી હતી.