New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-27.jpg)
ભારતીય જનતા પાર્ટી દ્વારા અડીખમ ગુજરાતનાં સુત્ર હેઠળ યુવા ટાઉન હોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બીસીસીઆઈનાં પુર્વ અધ્યક્ષ અને હિમાચલથી ચૂંટાયેલા સાસંદ અનુરાગ ઠાકુર રાજકોટનાં મહેમાન બન્યા હતા.
સાંસદ અનુરાગ ઠાકોરે રાજકોટનાં અટલ બિહારી બાજપાઈ અને પ્રમુખ સ્વામી ઓડિટેરીયમમાં હાજરી આપી હતી. આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે મહેન્દ્રસિંહ ધોની ક્યારે નિવૃત થશે તે પ્રશ્ન હવે લોકોએ પુછવાનો બંધ કરવો જોઈએ.
ધોનીએ ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃતિ લઈ લીધી છે. ધોનીએ પોતાને વન ડે અને ટી 20 માટે જ સિમિત કરી લીધા છે. વધુમાં પોતે એક સફળ કપ્તાન અને સફળ વિકેટ કિપર તરીકે પણ પોતાની છબી બનાવી છે.