લોનના ભાર તળે દબાયેલા માનવીની વ્યથાને રજૂ કરતું નાટક એટલે આને ભી દો યારો

286

ગુજરાતી દર્શકોને પેટ પકડીને હસાવનારા જાણીતા કલાકાર જીમીત ત્રિવેદી એ આઠ વર્ષ પછી રંગભૂમિમાં પુનરાગમન કર્યું છે. ગુજ્જુભાઈ ફિલ્મમાં કેડીની કીટલીનું પાત્ર ભજવનારા જીમીત ત્રિવેદી હવે આને ભી દો યારો નાટકમાં ભૂમિકા ભજવતા નજરે પડી રહ્યા છે. કનેક્ટ ગુજરાતના સીઈઓ ડો. ખુશ્બુ પંડ્યાએ જીમીત ત્રિવેદી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં જીમીતે નાટક થી માંડી ફિલ્મો અને અંગત જીવન વિશે નિખાલસ વાતો કરી હતી.

તેમને પોતાના નાટક આને ભી દો યારોને એક સીચ્યુંએશનલ કોમેડી ગણાવ્યું છે. અને તેમાં આર્થિક સંકડામણમાં લોનના ભાર તળે દબાયેલા લોકોની સ્થિતિનું આબેહૂબ વર્ણન કરાયું હોવાનું જણાવ્યું છે. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતી ફિલ્મોનું ભાવિ ખુબ ઉજ્જવળ હોવાની વાત કરી હતી

LEAVE A REPLY