Connect Gujarat

વડાપ્રધાન મોદી આજે પ્રયાગરાજ અને ચિત્રકૂટની લેશે મુલાકાત

વડાપ્રધાન મોદી આજે પ્રયાગરાજ અને ચિત્રકૂટની લેશે મુલાકાત
X

પીએમ મોદી આજે 27 હજાર દિવ્યાંગ અને વૃધ્ધોને ઉપકરણ આપશે, સાથે બુડેલખંડ એક્સપ્રેસનો શિલાન્યાસ કરશે

ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે જિલ્લાની મુલાકાત લેશે. પ્રયાગરાજમાં થનારા દિવ્યાંગ

મહાકુંભમાં વડાપ્રધાન એક સાથે 26,791 દિવ્યાંગો અને વૃદ્ધોને તેમને મદદ કરતાં સાધનો વહેંચશે. સરકારનો દાવો છે કે

ઉપકરણ વિતરણ દરમિયાન 6 વર્લ્ડ

રેકોર્ડ પણ બનશે. ત્યારપછી વડાપ્રધાન તિત્રકૂટ જશે. ત્યાં 297 કિમી લાંબાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનો

શિલાન્યાસ કરશે. ચિત્રકૂટથી જ સમગ્ર દેશમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠન શરૂ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પછી બંને જિલ્લામાં મોદી પ્રથમ વખત મુલાકાત કરવાના છે.

સરકારનો દાવો- આ 6 વર્લ્ડ રેકોર્ડ બનશે ,

360થી વધારે લાભાર્થીઓ એક સાથે વ્હીલચેર

ચલાવશે.વિશ્વની સૌથી લાંબી ટ્રાય સાઈકલની પરેડ થશે. જેમાં 295 લાભાર્થીઓ સામેલ છે.વોકર્સની સૌથી

લાંબી પરેડ થશે. 8 કલાકમાં

મહત્તમ 4900થી વધારે

કાનનું મશીન ફિટ કરવાનો રેકોર્ડ. આ રેકોર્ડ હાલ સ્ટારિક ફાઉન્ડેશનના નામે છે. 2000 લાભાર્થીઓને સાંકેતિક ભાષા પઠન કરવાનું

સાધન આપવામાં આવશે. 2 કલાકમાં મહત્તમ ટ્રાઈસાઈકલ વિતરણ કરવાનો રેકોર્ડ પણ મોદીની હાજરીમાં બનશે

Next Story
Share it