/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/3.jpg)
પાંચ લાખની કિંમતનો દારૂ તથા અન્ય વાહનો મળી કુલ રૂપિયા 16.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ગાંધીના ગુજરાતમાં હવે માત્ર નામ પુરતી જ દારૂબંધી રહી ગઇ હોય એમ લાગી રહ્યું છે. છાશવારે ઝડપાઇ રહેલા દારૂના જંગી જથ્થા તેની સાબિતી પુરવાર કરી રહ્યા છે. ગુજરાતમાં જાણે કે દારૂની રેલમછેલ થઇ રહી હોઇ એવી પ્રતિતિ લોકોને થઇ રહી છે. વડોદરા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જીલ્લાના તમામ અધિકારીઓને વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સંદતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીની સુચનાના આધારે એલ.સી.બી.ની ટીમે વિવિધ રીતે તપાસ હાથ ધરી છે. જેના અનુસંધાને મળેલી બાતમીનાં આધારે વડોદરા શહેરના બુટલેગર રાવજી રતનસિંહ પરમાર રહે. અટલાદરા, કલાલી ફાટક વુડાના મકાનમાં જે વિદેશી દારુ લાવી સીંધરોટ ગામની આજુબાજુમાં કોઇક જગ્યાએ કટીંગ કરવાનો છે. જે ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફ તેમજ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે રાખી સીંધરોટ ચેક પોસ્ટ ઉપર વોચમાં હતા.
દરમ્યાન બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં ટેમ્પો નંબર RJ 09 GA 9274 મળી આવ્યો હતો. તથા એક સ્કૂટર તેમજ પાંચ-છ માણસો ઉભેલા હોય જેને કોર્ડન કરી રેઇડ કરતા નાસભાગ મચી હતી. હાજર ઇસમો પૈકી કૂલ ત્રણ ઇસમો સ્થળ ઉપરથી પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હતા. બાકીના શખ્સો અંધારાનો લાભ લઈ પલાયન થઇ ગયા હતા. ટેમ્પામાં તપાસ કરતાં વિદેશી દારુ ભરેલો હોવાનું જણાયું હતું.
ઝડપાયેલા ઇસમોના નામ પુછતાં રાવજી રતનસિંહ રહે. વડોદરા, અટલાદરા, કલાલી ફાટક, મુળ રહે. ઉબેર તા.જંબુસર જી. ભરુચ, બીજો ધર્મેશ હશમુખ પટેલ રહે. બી-૫૬, ગંગાજમના સોસાયટી, સુભાનપુરા વડોદરા અને કિશન કાલીદાસ ગોહીલ રહે. સોનારકુઇ, વડોદરાનો હોવાનું જણાવ્યું હતું. સ્થળ પર ચેક કરતા એક આઇશર ટેમ્પો તથા તેની બાજુમાં એક એકટીવા મો.સા. ઉભેલી હોય તેમજ ટેમ્પાની બાજુમાં નીચે જમીન ઉપર વિદેશી દારુની પેટીઓ પડેલી જણાયી હતી.
ટેમ્પામાં ચેક કરતા વિદેશી દારુ મળી આવ્યો હતો. જે તમામ વિદેશી દારુની કૂલ પેટી નંગ 119 જેમાં કુલ બોટલ નંગ 1428 કિંમત રૂપિયા 5,71,200 તથા આરોપીઓના અંગ ઝડતીમાંથી મોબાઇલ ફોન નંગ-30 કિંમત રૂ 2,500 તથા રોકડા રૂ. 11,950, તથા ટેમ્પોની કિંમત રૂપિયા 10,00,000 તથા એકટીવા સ્કુટરની કિંમત રૂપિયા 25,000 મળી કૂલ રૂપિયા 16,10,650 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ વડોદરા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.