Connect Gujarat
ગુજરાત

વડોદરા: છાણીના ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર પોલીસના દરોડા

વડોદરા: છાણીના ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર પોલીસના દરોડા
X

બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ૭ ખેલી ઝડપાયા

શ્રાવણ માસના પ્રારંભ સાથે શહેરમાં શ્રાવણીયા જુગારની શરૂઆત થઇ ગઇ છે. મોડી રાત્રે શહેરના છાણી કેનાલ રોડ ઉપર આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં જુગાર રમી રહેલા વડોદરા જિલ્લા પોલીસ તંત્રના બે પોલીસ જવાનો સહિત 7 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ફતેગંજ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.વી. ચૌધરીને છાણી કેનાલ રોડ ઉપર આવેલ ઘનશ્યામ એપાર્ટમેન્ટના બીજા માળે મકાન નંબર-6માં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટાફની મદદ લઇ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમાડનાર મકાન માલિક અશ્વિન કાંતિભાઇ પરમાર ( મુળ રહે. જુની રામવાડી નવાયાર્ડ), ધર્મેશ બાબુ દાવડા (રહે. એ-9, નંદનગર, છાણી ગામ), મનોજ વિઠ્ઠલ પરમાર (રહે. જુની રામવાડી, નવાયાર્ડ), દિપક હિરા વાઘેલા (રહે. જુની રામવાડી, નવાયાર્ડ), મયંક મોહન મકવાણા (રહે. રસુલની ચાલ, નવાયાર્ડ), સુનિલ નટુભા પરમાર (રહે. જુની રામવાડી, નવાયાર્ડ), પોલીસ જવાન શૈલેષ મોતીભાઇ પરમાર (રહે. જુની રામવાડી, નવાયાર્ડ) તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન ગૌતમ ગણેશ સોલંકી (રહે. 58, પ્રભુપાર્ક સોસાયટી, છાણી)ની ધરપકડ કરી હતી.

પોલીસે જુગારના દાવ પરથી રૂપિયા 2830, જુગારીયાઓની અંગજડતીમાંથી રૂપિયા 62,035 તેમજ જુગારીયાઓના 7 મોબાઇલ ફોન, એક મોટર સાઇકલ મળી કુલ્લે રૂપિયા 2,42,865નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ જુગારીયાઓ સામે ફતેગંજ પોલીસ મથકમાં જુગારધારા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it