વડોદરામાં એક મોબાઈલની દુકાનમાં આગ થી દોડધામ મચી

New Update
વડોદરામાં એક મોબાઈલની દુકાનમાં આગ થી દોડધામ મચી

વડોદરાના અભિલાષા ચોકડી નજીક આવેલ માં શક્તિ નામની એક મોબાઇલ સેલ્સ એન્ડ સર્વિસ દુકાનમાં શુક્રવારે રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર શંભુ કટારા નામના વ્યક્તિએ ચાર મહિના પહેલા આ દુકાન ભાડે લીધી હતી જેમાં શુક્રવારે રાત્રે અચાનક આગ લાગતા દુકાનના માલિક ડી.બી.સોલંકીએ ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી હતી જેઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

unnamed-4

મોબાઈલની દુકાનમાં લાગેલી આગને કારણે નવા અને જુના મોબાઈલ, ફર્નિચર તેમજ અન્ય સામાન મળીને ખાખ થી ગયો હતો અને આગ થી મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Latest Stories