વડોદરામાં બોમ્બ વિસ્ફોટ થી લોકોમાં દહેશતનો માહોલ

New Update
વડોદરામાં બોમ્બ વિસ્ફોટ થી લોકોમાં દહેશતનો માહોલ

વડોદરામાં ફતેહપુરાના અદાણીયાપુલ વિસ્તારમાં શનીવારે દેશી ડબ્બા બોમ્બ વિસ્ફોટ થતા દુકાનદારો તેમજ લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

ઘટના અંગેની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ કાફલો પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા બોમ્બ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ અગાઉ બુધવાર રાત્રે આ વિસ્તારમાંથી પસાર થતા વરઘોડામાં બે જૂથો સામસામે આવી જતા તણાવનો માહોલ સર્જાયો હતો.

unnamed

ખૂબ જ સંવેદનશીલ એવા ફતેહપુરા વિસ્તારમાં એક ફૂલ વેચનાર મહિલા જે અદાણીયાપુલ નજીકની પોલીસ ચોકી પાસે નિયમિત પણે ફૂલ વેચવા બેઠી હતી અને આસપાસના દુકાનદારો પણ દુકાન ખોલવાની શરૂઆત જ કરી રહ્યા હતા તે સમયે અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો જેથી આસપાસના લોકો ડરી ગયા હતા. બોમ્બ બનાવટમાં ટાંકણી, છરાઓ , તેમજ અન્ય વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ.

unnamed-1

જયારે ચોથા ઝોનના ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યુ હતુ કે બુધવારના રોજ થયેલ જૂથ અથડામણ બાદ શાંતિ પ્રવર્તી હતી પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરીને તેને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Latest Stories