/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170909-WA0027.jpg)
વડોદરા સર્કિટ હાઉસ ખાતે મધ્ય ગુજરાતનાં વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, આણંદ, ખેડા જિલ્લાની મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સહિત હોદ્દેદારો તથા તાલુકા પ્રમુખ અને ચૂંટાયેલા તાલુકા અને જિલ્લા પંચાયતનાં મહિલા આગેવાનોની એક બેઠક મળી હતી.
જેમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસનાં ઉપપ્રમુખ શોભનાબેન શાહ તથા ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સોનલબેન પટેલની આગેવાનીમાં બેઠક મળી હતી. મોટી સંખ્યામાં મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચારની જવાબદારી સંભાળવાની અને સઘન પ્રચાર ડોર-ટુ-ડોર કરવાની ચર્ચા કરી હતી.
વડોદરા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ અમીબેન રાવત દ્વારા વિધાનસભામાં ડોર-ટુ-ડોર અભિયાનનો પ્રચારનો પ્રારંભ પાવનપાર્ક સોસાયટી, નિઝામપુરા અતિથિગૃહ પાસેથી મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા ભથ્થુંભાઈ તથા કોર્પોરેટરો પુષ્પાબેન વાઘેલા, જહાભાઈ ભરવાડ, અતુલભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જશોદાબેન પરમાર તથા મહામંત્રી નરેન્દ્ર રાવત,વોર્ડ પ્રમુખ પુષ્પાબેન મેકવાન,તથા વોર્ડ પ્રમુખ વિજય જાદવ, બલવંતસિહ પરમાર, કિશોર શર્મા હાજર રહ્યા હતા.
ડોર-ટુ-ડોર અભિયાન પ્રચાર અભિયાનમાં પક્ષનાં ઝંડાઓ સાથેસાથે અત્યારે સ્વાઈન ફ્લૂની જનજાગૃતિ માટેની પત્રિકાની વહેંચણી કરી લોકોને સ્વાઈન ફ્લૂથી રક્ષણ અંગેનાં પગલા વિશેની માહિતી આપી હતી. અને મહિલા આગેવાનોએ ઘરે-ઘરે જઈને પત્રિકાની વહેંચણી કરી પ્રચાર કાર્યનો શુભારંભ કર્યો હતો.