Connect Gujarat
ગુજરાત

વડોદરા માં સિક્યુરિટી જવાનની રાઇફલ પુત્ર ના મોત નું કારણ બની 

વડોદરા માં સિક્યુરિટી જવાનની રાઇફલ પુત્ર ના મોત નું કારણ બની 
X

મિત્રને બતાવવા કાઢેલી ગન માંથી ગોળી છુટતા 21 વર્ષીય યુવાન મોત ને ભેટ્યો

વડોદરા ના આજવા રોડ કમલાનગર સમૃધ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા રાઉલજી પરિવાર લગ્ન પ્રસંગ માં ગયો હતો અને ઘરમાં એકલા રહેલા તેઓના 21 વર્ષીય યુવાન પુત્ર પિતાની ગન થી રમત કરવાજતા અચાનક ટ્રેગર દબાઈ જતા રાઇફલ માંથી છુટેલી ગોળીએ યુવાનનો ભોગ લીધો હતો.

unnamed-7

વડોદરા ના આજવા રોડ કમલાનગર ના સમૃધ્ધિ પાર્ક માં રહેતા સિક્યુરિટી જવાન ફતેસિંહ રાઉલજી ના ઓ પત્ની સાથે સંબંધી ના ઘરે લગ્ન પ્રસંગ અર્થે ગયા હતા,અને તેઓનો 21 વર્ષીય પુત્ર ધ્રુવરાજસિંહ ઘરે એકલોજ હતો,તેમજ તેને પોતાના મિત્ર અરુણ તારાચંદ શેરવાની ને પોતાના ઘરે વાંચવા માટે બોલાવ્યો હતો પરંતુ વાંચવા ના બદલે ધ્રુવરાજસિંહ એ પોતાના મિત્રને બતાવવા માટે પિતાની બારબોર વાળી રાઇફલ તિજોરી માંથી કાઢી હતી અને મિત્રને બતાવી ફોટા પડાવી રહ્યા હતા.

unnamed-4

તે અરસામાં ધ્રુવરાજસિંહ ના મિત્રનો ફોન આવતા તે મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો.ત્યારે અચાનક બંદુકમાંથી ગોળી છૂટવાનો અવાજ આવતા તે હેબતાઈ ગયો હતો.બન્યું કઈંક એવુ હતુ કે ધુવ્રરાજસિંહ જે પિતાની ગન થી રમત કરી રહ્યો હતો તેનું ટ્રેગર દબાઈ જતા ગોળી છૂટી હતી.અને ધ્રુવરાજસિંહ ના પેટની ઉપરના ભાગમાં વાગતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલના બિછાને તેનું કરુણ મોત નિપજ્યુ હતુ.

unnamed-5

બનાવ અંગે બાપોદ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા માં આવી રહી છે.યુવાન પુત્રના મોત થી રાઉલજી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Next Story