Connect Gujarat

વર્ષોથી વિલંબિત GST બિલ આજે થશે રજૂ

વર્ષોથી વિલંબિત GST બિલ આજે થશે રજૂ
X

16 વર્ષોથી વિલંબિત થયેલ GST બિલને આજે એકવાર ફરી રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. સરકારે આ મામલે વિપક્ષ સહિત અનેક પાર્ટીઓનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.

આ બિલ મંગળવારે જ રાજ્યસભામાં રજૂ થવાનું હતું. પરંતુ કેટલાક કારણસોર તે શક્ય થયુ નહોતુ. સરકારે દાવો કર્યો છે કે GST બિલમાં વિપક્ષોના જણાવ્યા મુજબના સુધારાઓ કરવામાં આવ્યા છે. આજે રાજ્યસભામાં GST બિલ અંગે ચર્ચા કરવા માટે સાડા પાંચથી છ કલાક જેટલો સમય ફાળવવામાં આવશે.

આ બિલ પાસ કરાવવા માટે તૃણમૂલ કોંગ્રેસ, જનતાદળ, બીજેડી અને સમાજવાદી પાર્ટી જેવા ક્ષેત્રીય પક્ષોનું સમર્થન પણ જરૂરી છે.

16 વર્ષ પહેલા અટલબિહારી વાજપેયીએ GST બિલનો આધાર સ્તંભ મૂક્યો હતો. પરંતુ કેટલાક કારણોસર તે પસાર થતો નહોતો. અગાઉ યુપીએ સરકાર દ્વારા પણ જીએસટી બિલ પસાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ મોટાભાગના રાજ્યોમાં બિન કોંગ્રેસી સરકાર હોવાથી તે શક્ય બન્યું નહોતું.

જીએસટી બિલને રાજ્યસભામાં પાસ કરવા માટે બે તૃતિયાંશ સભ્યોની મંજૂરી જરૂરી છે. જોકે, સરકારને આશા છે કે આ વખતે જીએસટી બિલ પસાર થઇ જશે.

Next Story
Share it