વલસાડઃ 11 KVનો જીવંત વીજતાર તૂટી પડતાં એકનું મોત, વીજ કર્મીઓ સ્થળ પર દોડ્યા

New Update
વલસાડઃ 11 KVનો જીવંત વીજતાર તૂટી પડતાં એકનું મોત, વીજ કર્મીઓ સ્થળ પર દોડ્યા

ગ્રામજનો દ્વારા ડીજીવીસીએલના કર્મચારીઓને રજૂઆત કરી નવી વીજ લાઈન નાખવા માંગ કરી

વલસાડના સેગવી ગામે એક વ્યક્તિ ઉપર 11 કે.વી.નો જીવંત વીજતાર તૂટી પડતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ અને ડીજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

વલસાડના સેગવી ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક સુનિલ રાઠોડ ફરવા માટે ગયા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતી 11.કે.વી. ની વીજ લાઈનનો વાયર અચાનક તૂટી પડતા વીજ કરંટ લાગ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની ડીજીવીસીએલને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને વીજ પ્રવાહ બંધ કર્યો હતો. પોલીસને આ બાબતની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમયે ગ્રામજનો દ્વારા ડીજીવીસીએલના કર્મચારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. અને તુરંત નવી વીજ લાઈન નાખવા માટે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories