Connect Gujarat
ગુજરાત

વલસાડ:બંધ ફ્લેટને નિશાન બનાવી ૭લાખથી વધુની ચોરી,તો ટ્રેનમાં મહિલાની હેરાનગતીથી કરાયું ચેઇન પુલિંગ

વલસાડ:બંધ ફ્લેટને નિશાન બનાવી ૭લાખથી વધુની ચોરી,તો ટ્રેનમાં મહિલાની હેરાનગતીથી કરાયું ચેઇન પુલિંગ
X

વલસાડમાં ધોળે દિવસે થઈ એપાર્ટમેન્ટમાં ચોરી તસ્કરોએ બંધ ફ્લેટને બનાવ્યું

નિશાન, તો

વલસાડ રેલવે સ્ટેશને દાદર બિકાનેર ટ્રેનમાં મહિલા અને અન્ય લોકો દ્વારા હેરાન

કરવામાં આવતા ટ્રેનમાં ચેઇન પુલિંગ કરાયાની ઘટના સામે આવી છે.

વલસાડના કૈલાસ રોડ પર આવેલ આ છે સ્વસ્તિક એપાર્ટમેન્ટ કે જ્યાં જયેશભાઈ

પ્રજાપતિ અને તેમના પરિવારજનો સેલવાસ દીકરા માટે અન્ય ઘર જોવા માટે ગયા હતા.આ

બાબતની ગંધ તસ્કરોને આવી હોય તેમ બપોરના સુમારે ઘરમાં દરવાજાનો નકુચો તોડી, અંદર પ્રવેશી ઘરમાં મુકેલ 10 હજાર

રોકડ અને દાગીના મળી આશરે 7 લાખ 10 હજારની મત્તા ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે

અંગે પાડોશી એ ઘર માલિકને જાણ કરતા તેઓ તુરંત ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી

હતી.આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી ઘટનામાં વલસાડ ખાતે દાદર બિકાનેર ટ્રેનમાં બદમાશોનું રાજ હોય તેમ 4

પુરુષ અને 2 મહિલાઓ દ્વારા અન્ય મુસાફરોને ચાકુ અને અન્ય હથિયાર લઇ ધમકાવવામાં આવી

રહ્યા હતા. જેને લઈને વલસાડ સ્ટેશને મુસાફરો દ્વારા ચેઇન પુલિંગ કરી ટ્રેનને વલસાડ

સ્ટેશને રોકી આ ઓરપીઓને પકડવામાં આવ્યા હતા. પરંતુ 30 મિનિટ સુધી ચાલેલ આ હાઈ

વોલ્ટેજ ડ્રામામાં આર.પી.એફ ન આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને અન્ય આરોપીઓ

મુસાફરોને ડરાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.તો આરપીએફ આવ્યા બાદ માત્ર એક મહિલાની

અટકાયત કરવામાં આવી હતી. મુસાફરોનો આક્ષેપ હતો કે આ મહિલા અને અન્ય આરોપીઓ પાસે

દારૂ હોય જેને લઈને આર.પી.એફ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

Next Story