Connect Gujarat
Featured

વલસાડ : ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે “ઇનોવેશન ફેસ્‍ટિવલ-2020” યોજાયો, 4 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

વલસાડ : ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે “ઇનોવેશન ફેસ્‍ટિવલ-2020” યોજાયો, 4 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા સ્‍થિત જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે “ઇનોવેશન ફેસ્‍ટીવલ-2020’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ધરમપુર (દશેરાપાટી, માલનપાડા)ના જુદા જુદા ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના મીકેનીકલ, ઇલેકિટ્રકો, ઓટોમોબાઇલ વિષયો અન્‍વયે પાયાના વિચારો કાર્યક્ષમતાનો વ્‍યવહારિક ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની રજૂઆત વિવિધ પ્રકારના પ્રોજેકટ થકી કરવામાં આવી હતી.

ધરમપુર અને આજુબાજુની શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ તથા ઉત્‍સાહી એવા અંદાજીત 4800 લોકોએ પ્રદર્શનની મુલાકાત લઇ તાલીમાર્થીઓના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો. તાલીમાર્થીઓને જુદાજુદા પ્રકારની ક્‍વિઝ, રમતો તથા આર્ટીફીશીયલ ઇન્‍ટેલીજન્‍સ, ડ્રોન ટેકનોલોજી અને પ્રવાહી નાઇટ્રોજન આધારિત વિવિધ ડેમોન્‍સ્‍ટ્રેશન દ્વારા આયોજિત “ઇનોવેશન ફેસ્‍ટીવલ-2020”ની ઉજવણીથી વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓને ખૂબ જ પ્રભાવિત, ઉત્‍સાહિત અને આનંદિત થયા હતા.

સમગ્ર ફેસ્‍ટીવલ દરમ્યાન જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરના જિલ્લા વિજ્ઞાન અધિકારી આઇ.એ.ઢાલાઇત તેમજ ઓદ્યોગિક તાલીમ સંસ્‍થા, ધરમપુરના આચાર્ય એન.આર.પટેલ, ફોરમેન ઇન્‍સ્‍ટ્રકટર તથા સ્‍ટાફ મિત્રોએ સફળ રીતે કાર્યક્રમને સુપેરે પાર પાડ્યો હતો.

Next Story