Connect Gujarat
ગુજરાત

વલસાડ : ભજન-સત્સંગ સહિત યોજાયા અનોખા ધરણા, શિક્ષક સંઘ દ્વારા પાઠવાયું આવેદન

વલસાડ : ભજન-સત્સંગ સહિત યોજાયા અનોખા ધરણા, શિક્ષક સંઘ દ્વારા પાઠવાયું આવેદન
X

વલસાડ તાલુકા શિક્ષક સંઘ દ્વારા જૂની પેંશન યોજના અને અન્ય પડતર પ્રશ્ને વલસાડ કલેક્ટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. શિક્ષકો દ્વારા ભજન સત્સંગ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

જૂની પેંશન સ્કીમ પગારમાં વિસંગતતા અને અન્ય પડતર પ્રશ્નોને લઈને વલસાડ તાલુકા શિક્ષક સંઘ દ્વારા 500થી વધુ શિક્ષકોએ સાથે મળીને વલસાડ મામતલતદાર કચેરી બહાર ધરણા કર્યા હતા. શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં પગાર અને જૂની પેંશન સ્કીમ ચાલુ કરાવવા માટે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષકો જોડાયા હતા. યુનિયનના આદેશાનુસાર શિક્ષકોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. એચ. ટેટ અનુસાર જે ભરતી કરવામાં આવી હતી, જેમાં 4200 રૂપિયાનો ગ્રેડ-પે મળે તે માટે આયોજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ભેગા મળીને ભજન સત્સંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં જો માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story
Share it