/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/26122934/maxresdefault-306.jpg)
વાત હોય
શ્રધ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર છે. મહારાષ્ટ્રના અમરાવતી ખાતે રહેતાં એક પિતા
તેમનો પુત્ર સાજો થઇ જતાં માતાજીની બાધા પુર્ણ કરવા માટે જમીન પર આળોટતા આળોટતા
વૈષ્ણવદેવી જઇ રહયાં છે.
મહારાષ્ટ્રના
અમરાવતીમાં રહેતા દેવીદાસ પોતે લુહારીકામ સાથે સંકળાયેલા છે. તેમના પુત્ર
દુર્ગેશને મહિનાઓ પહેલા ઘરમાં વીજ કરંટ લાગ્યો હતો અને તે જીવન અને મરણ
વચ્ચે ઝોલા ખાઇ રહયો હતો.દેવીદાસ પોતે મા વૈષ્ણવ દેવીમાં અતુટ શ્રધ્ધા ધરાવતા
હોવાથી તેમણે માનતા માની હતી કે પુત્ર દુર્ગેશ સાજો થઈ જશે તો તે જમીન પર આળોટતા આળોતટા અમરાવતીથી
વૈષ્ણવદેવી ખાતે જશે. બસ પછી શ્રધ્ધા ગણો કે ચમત્કાર તેમનો પુત્ર દુર્ગેશ સારો થઇ
ગયો છે.
પોતાની
માનતા પુર્ણ કરવા પોતાના ઘર અમરાવતીથી આટોળતા નીકળ્યા છે તેમની સાથે પુત્ર દુર્ગેશ
અને પુત્રી વૈષ્ણવી પણ છે. આ પરિવાર પાસે સાયકલ છે.જેના પર બેટરીથી મ્યુઝીક સિસ્ટમ
પર માતાજીના ગીતો વગાડતા જાય છે.રસ્તામાં કોઈ દેવીદાસની મદદ પણ કરે છે.તેને
જમવાનું પણ આપે છે. તેઓ ર સપ્ટેમ્બરના દિવસે અમરાવતીથી નીકળ્યા છે.તેઓ ગોધરા
પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ ઉપર આવી પહોચ્યા હતાં.અત્યાર સુધી
તેમને ૫૮૭ કિ.મી. જેટલુ અંતર કાપી નાખ્યું છે. અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધીનું કુલ
અંતર ૧,૬૧૮ કિ.મી.
જેટલું છે. આળોટતા જતાં
હોવાથી તેમને પહોચતા હજુ મહિનાઓ લાગી શકે છે તેમ દેવીદાસનું કહેવુ છે.