સુરક્ષાના કારણોસર કમાન્ડર અભિનંદનનું કરાયું ટ્રાન્સફર

પાકિસ્તાન સાથે હવાઈ યુદ્ધમાં તેના એફ-16 યુદ્ધ વિમાનને તોડી પાડનારા જાંબાજ વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષા કારણોસર જમ્મૂ-કાશ્મીરમાંથી બદલી કરવામાં આવી છે. હાલ અભિનંદનને એક પીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા છે.વાયુસેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિંગ કમાંડર અભિનંદનના ટ્રાંસફરનો ઓર્ડર અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે. હવે તેમને શ્રીનગર બહાર તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે અભિનંદનને વેસ્ટર્ન સેક્ટરમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે.

ભારતીય વાયુ સેનાએ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાના કારણોને ધ્યાને રાખી શ્રીનગર એરબેસથી અભિનંદન વર્તમાનનું ટ્રાન્સફર કર્યું છે. હવે અભિનંદનને પશ્ચિમ વિસ્તારમાં મહત્વપૂર્ણ એરબેસ પર તહેનાત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે અભિનંદન હાલ મેડિકલ ટેસ્ટથી પસાર થઇ રહ્યાં છે. મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેઓને ફાઇટર પ્લેન ઉડાળવાની મંજૂરી આપવામાં આવશે.

વિંગ કમાંડરને વીર ચક્ર પુરસ્કારની ભલામણ

પાકિસ્તાનના અધ્યતન એવા એફ-16ને જુના પુરાણા મિગ-21 દ્વારા હવામાં જ તોડી પાડવાનું સાહસ બદલ અભિનંદનને વાયુસેના વીર ચક્ર માટે ભલામણ કરશે. યુદ્ધ દરમિયાન અસાધારણ વીરતા બદલ સૈનિકોને આ સન્માન આપવામાં આવે છે. યુદ્ધકાળ દરમિયાન આપવામાં આવતા સન્માનોમાં આ ત્રીજુ સર્વશ્રેષ્ઠ સન્માન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here