/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-232.jpg)
વાયુ વાવાઝોડાના કારણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ હતા. જો કે વાયુ વાવાઝોડાનુ સંકટ ટળતા આજથી માર્કેટ યાર્ડ ફરી ધમધમતા શરુ થયા છે.
વહેલી સવારના 8 વાગ્યાથી હરાજી સહિતની પ્રક્રિયા શરુ કરવામા આવી હતી. જો કે ચોમાસાનો પ્રારંભ થતા માર્કેટ યાર્ડમા ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના 27 જેટલા માર્કેટ યાર્ડ બંધ રહેતા કરોડોનુ ટર્ન ઓવર ઠપ્પ થયુ હતુ.