વાલિયા પોલીસે ખીચોખીચ પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી: ૧૪ ભેંસોને મુક્ત કરાવી

New Update
વાલિયા પોલીસે ખીચોખીચ પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી: ૧૪ ભેંસોને મુક્ત કરાવી

વાલિયા પોલીસે ભાલોદથી મહારાષ્ટ્રનાં માંલેગાંવ સ્થિત કતલખાને લઈ જવાતી ૧૪ જેટલી ભેંસો ભરી જતી ટ્રકને ઝડપી પાડી તમામ ભેંસોને બચાવી હતી.

પ્રાપ્ત પોલીસ વિગત અનુસાર વાલિયા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સીતારામ કોલેજ પાસે એક ટ્રક નં.(જી.જે.-૦૯-વાય-૯૭૭૪)આવતા તેને શંકાના આધારે રોકી ટ્રકની તલાસી લેતા અંદર કોઇ પણ જાતનું હલનચલન પણ ના કરી શકે તેવી હાલતમાં ખીચોખીચ ૧૪ જેટલી ભેંસોને બાંધી રખાયેલ જોવા મળી હતી. જેથી પોલીસે નર્મદા જિલ્લાના સેલંબાના દિલાવર ઇબ્રાહિમ ફકીર, સુરત જિલ્લાના ઝંખવાવના અકરમ નાથુ મુલતાની અને ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામના ઝાકીર હનીફ રહેમાનની સઘન પુછપરછ કરતા આ ભેંસો તેઓ ભાલોદથી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના કતલા ખાને લઈ જતા હતા. પોલીસે ટ્રકમાં બંધાયેલ ૧૪ જેટલી ભેંસોને મુકત કરી તેમને પાંજરાપોળ મોકલવા વ્યવસ્થા કરી હતી.

વાલિયા પોલીસે ૧૪ ભેંસોની અંદાજીત કિંમત રૂપિયા ૨ લાખા ૮૦ હજારા તેમજ ટ્રકની કિંમત રૂપિયા૯ લાખા મળી કુલ ૧૧ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ત્રણેવ આરોપી વિરૂ ધગુનો નોંધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories