વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગોને તેમજ નાગરિકોને જોડાવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ

New Update
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગોને તેમજ નાગરિકોને જોડાવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ

૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ ધ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે જેના અનુસંધાને ભરૂચ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી જનઉત્સાહ અને ઉમંગ સાથે થશે. ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી નર્મદા ટાઉનશીપ ખાતે સવારે ૦૬:૩૦ કલાકથી ઉજવાશે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહેશે. જી.એન.એફ.સી. ખાતે ૧૦ હજાર જેટલાં લોકો યોગ શિબિરમાં જાડાશે તે સાથે ભરૂચ જિલ્લામાં ૧૩૦૦ થી વધુ સ્થાનોએ ત્રણ લાખ પચ્ચીસ હજારથી વધુ લોકો સામૂહિક યોગ શિબિરમાં જાડાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે રાજ્યના પ્રવાસન યાત્રાધામો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો સાથે જાડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાના અભિગમના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા ઐતિહાસિક સ્થળો જેવા કે, સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઇ, સ્વરાજ ભવન - જંબુસર સહિત અન્ય સથળોએ પણ યોગ શિબિરનું આયોજન કરાયું છે.

જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જાડાવવા અનુરોધ ર્ક્યો છે તેમજ સમગ્ર જિલ્લામાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ, તમામ સ્કુલો–શાળાઓમાં અને સંસ્થાઓ ધ્વારા યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ તા.૨૧ મી જૂન સવારે ૦૬ઃ૩૦ કલાકે નર્મદા ટાઉનશીપ, જીએનએફસી – ભરૂચ ખાતે યોજાનાર છે. સાથો સાથ સ્વામીનારાયણ મંદિર પરિસર, જે.પી.આર્ટસ કોલેજ – ભરૂચ, પ્રજાપતિ બ્રહ્માકુમારી – ઝાડેશ્વર, તપોવન સંસ્કૃત પાઠશાળા -ભરૂચ ખાતે યોગનો કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત ભરૂચ તાલુકા કક્ષાએ ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ત્રાલસા, મહારાજા કે.જી.એમ. વિદ્યાલય, અંકલેશ્વર તાલુકા કક્ષાએ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ. જી.આઇ.ડી.સી. અંકલેશ્વર, જ્ઞાનદીપ સ્કુલ અંદાડા, જંબુસર તાલુકા કક્ષાએ કંબોઇ તથા કલક ખાતે, આમોદ તાલુકા કક્ષાએ સરભાણ સ્વામીનારાયણ મંદિર અને નાહિયેર ગુરૂકુળ ખાતે, હાંસોટ તાલુકા કક્ષાએ કાકાબા હોસ્પિટલ, બીરલા સેલ્યુલોઝ કંપની - ખરચ, વાગરા તાલુકા કક્ષાએ પી.જે.છેડા હાઇસ્કુલ દહેજ, શ્રીમતી એમ.એમ.પટેલ સાર્વજનીક હાઇસ્કુલ – વાગરા, ઝઘડીયા તાલુકાકક્ષાએ મહાલક્ષ્મી મંદિર ઝઘડીયા અને દીવાનજી ધનજીશા હાઇસ્કૂલ,ઝઘડીયા, વાલીયા તાલુકા કક્ષાએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વાલીયા, શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલીયા, નેત્રંગ તાલુકા કક્ષાએ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ- નેત્રંગ, આદર્શ નિવાસી શાળા - નેત્રંગ ખાતે યોગ શિબિર યોજાશે.

ભરૂચ નગરપાલિકા કક્ષાએ માતરીયા તળાવ–ભરૂચ અને સી.એમ.પાર્ટી પ્લોટ સીવીલ રોડ – ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા કક્ષાએ જવાહરબાગ ભરૂચીનાકા પાસે અંકલેશ્વર, જીનવાલા સ્કુલ કંપાઉન્ડ અંકલેશ્વર, જંબુસર નગરપાલિકા કક્ષાએ સ્વામીનારાયણ મંદિર હોલ જંબુસર, જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર, આમોદ નગરપાલિકા કક્ષાએ ચામડીયા હાઇસ્કુલ આમોદ, શુભમ પાર્ટી પ્લોટ સરભાણ રોડ - આમોદ ખાતે યોગ શિબિર યોજાશે.

જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજા, આઇ.ટી.આઇ, ટેકનિકલ કોલેજા, નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, દરેક ગ્રામ પંચાયત તેમજ જિલ્લાની શૈક્ષણિક - સામાજિક સંસ્થાઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે.

Latest Stories