લુણાવાડામાં અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગીઓને અપાઈ શ્રધ્ધાંજલિ

New Update
લુણાવાડામાં અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગીઓને અપાઈ શ્રધ્ધાંજલિ

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસની ઉજવણી અંતર્ગત બે મિનીટ મૌન પાળીતેમજ કેન્ડલ પ્રગટાવી અપાઈ શ્રધાંજલિ

વિશ્વમાં ફેડરેશન ઓફ ટ્રાફિક દ્વારા ૧૯૯૫ થી દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા માટે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ સંવેદના પ્રગટ કરવા અને લોક જાગૃતિ માટે યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ૧૭, ૧૮, અને ૧૯ નવેમ્બરને વિશ્વ શ્રધાંજલિ દિવસ તરીકે માર્ગ સલામતીના લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. એસ.પી.પટેલ,જીલ્લા ટ્રાફિક અધિકારી, ડેપો મેનેજર બી.આર.ડિંડોર એસ.ટી. વિભાગ, ૧૦૮ના તબીબ સહીત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. વિશ્વમાં યુવા વર્ગ માટે અકસ્માત મૃત્યુનું પહેલું કારણ છે ત્યારે સંવેદનશીલ થઈને સલામત રહેવા માટે જાગૃત બનવા તેમજ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે મહીસાગર જીલ્લા મથક લુણાવાડા એસ.ટી.સ્ટેશન ખાતે આર.ટી.ઓ, ટ્રાફિક પોલીસ, વાહન વ્યવહાર નિગમ, વહીવટી તંત્ર દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓને બે મિનીટ મૌન પાળી તેમજ કેન્ડલ પ્રગટાવી શ્રધાંજલિ આપવામાં આવી અને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.