Connect Gujarat
ગુજરાત

શિનોરના ટીમ્બરવા ગામ પાસેથી રૂપિયા ૧લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

શિનોરના ટીમ્બરવા ગામ પાસેથી રૂપિયા ૧લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
X

શિનોરના ટીમ્બરવા ગામ પાસેથી રૂપિયા એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે શિનોર તાલુકાનાના ટીમ્બરવા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ નજીક કારવણ તરફથી આવતી ટાટા સુમોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ ની ૪૦૩ નંગ બોટલો સહિત એક ટાટા સુમો કિંમત કુલ મળીને રૂપિયા ૨,૯૦,૩૫૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે સુમો ટાટાનો ચાલક ઘટના સ્થળે ગાડી મૂકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો .

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય લોકલ બ્રાન્ચ પોલીસ શિનોર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી જે સમય દરમિયાન એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે જી જે - ૬ - એફ.સી.૪૪૭૨ નંબરની ટાટા સુમોનો ચાલક ડભોઇના સાઠોડ તરફથી શિનોરના ટીમ્બરવા ગામ થઈને સાધલી ગામ તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવી રહ્યો હતો.

પોલીસ ટીમ્બરવા ગામ પાસે આવેલ કેનાલ પાસે વોચમાં હતી. જે સમય દરમિયાન બાતમી વાળી ટાટા સુમો ટીમ્બરવા કેનાલ પાસેથી સાધલી તરફ આવતી જોતા એલ.સી બી પોલીસે ગાડીને રોડ પર આડી કરી દેતા ટાટા સુમોના ચાલક ગાડીને રોડ પર જ મૂકીને નાસી ગયો હતો. વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ ૪૦૩ બિયર કિંમત રૂપિયા ૧,૪૦,૩૫૦ અને ટાટા સુમો કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ કુલ મળીને રૂપિયા ૨,૯૦,૩૫૦ નો.મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે ટાટા સુમોનો ચાલક ઘટના સ્થળે ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.

Next Story
Share it