New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/ShilpaShettyUnveilsNewProductPhotocallhweBj_4s-pIx.jpg)
આંતરરાષ્ટ્રીય શો જીત્યા બાદ શિલ્પા શેટ્ટી સતત મનોરંજન વ્યવસાય ક્ષેત્રે સક્રિય છે. અને હવે તે નાના પડદે એક લાઇવ ગેમ શો શરૃ કરવાની તૈયારીમાં છે. જેને 'આન્ટી બોલી લગાઓ બોલી' શિર્ષક આપવામાં આવ્યું છે.
આ બાબતે શિલ્પાએ તાજેતરમાં જ ટ્વિટર પર જાણકારી આપીને જણાવ્યું કે કારની ઈચ્છા હવે બેકાર નહીં જાય. દર અઠવાડિયે આન્ટી તમને એક કાર જીતાડવામાં મદદ કરશે. આ શોને અર્ચના પુરનસિંહ હોસ્ટ કરે એવી શક્યતા છે.
આ શિલ્પાનો પહેલો ટીવી શો છે. જેનું તે નિર્માણ કરી રહી છે. આ પહેલા શિલ્પા નાના પડદે અનેક રિયાલિટી શોને જજ કરતી જોવા મળી છે.