New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/unnamed-1-9.jpg)
બોલીવુડમાં ઘણી સારી ફિલ્મો કરનારા રણબીર કપૂર અત્યારે તો સંજય દત્તની બાયોપિકને કારણે ચર્ચામાં છે, આ બાયોપિકમાં કામ કરવા માટે તેણે સંજય દત્ત જેવી જ સ્ટાઇલ સ્ટેટમેન્ટ અપનાવ્યા છે.
તાજેતરમાં તેણે સંજયના એક વર્ષ પહેલાના લુક જેવો જ લુક ધારણ કરીને શૂટિંગ કર્યું હતુ, સંજયના ઓલ્ડર વર્જન જેવો જ રણબીર દેખાતો હતો અને આવા જ ટાઇટલ સાથે રણબીરની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.
હાલમાં તે સંજયના જીવનની એ ક્ષણનું શુટિંગ કરી રહ્યો છે,જે ખુબ જ મહત્વ ધરાવે છે.સંજય દત્તને 2016માં યરવડા જેલમાંથી મુક્ત કરાયો તે સમયને રજૂ કરતુ શુટિંગ ચાલી રહ્યુ છે,રણબીર પણ તેવી જ વધેલી દાઢી અને ફાયરલ લુક ધારણ કરેલો છે, ઉલ્લેખનીય છે કે આ પહેલા ફેબ્રુઆરીમાં યુવાન સંજય દત્ત તરીકેની તસવીરો પણ ફરતી થઈ હતી.