Connect Gujarat
Featured

સંજય રાઉતે રાજ્યસભામાં કહ્યું - શું લોકો 'ભાભીજી કે પાપડ' ખાઈને સ્વસ્થ થયા?

સંજય રાઉતે રાજ્યસભામાં કહ્યું - શું લોકો ભાભીજી કે પાપડ ખાઈને સ્વસ્થ થયા?
X

રાજ્યસભામાં કોરોના વાયરસ અંગેની ચર્ચા દરમિયાન સંજય રાઉતે તંજ કસતા કહ્યું હતું કે શું લોકો 'ભાભીજી કે પાપડ' ખાઈને કોરોનાથી સાજા થયા ? શિવસેનાના સાંસદે ભાજપના મંત્રી અર્જુનરામ મેઘવાલ પર નિશાન સાધ્યું હતું.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે કોરોના વાયરસ અંગે રાજ્યસભાની ચર્ચામાં ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે શું લોકો 'ભાભીજી ના પાપડ' ખાઈને સ્વસ્થ થયા?

સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના 'ભાભીજીના પાપડ' ના નિવેદનની નિંદા કરી અને કહ્યું, "હું સભ્યોને પૂછવા માંગું છું કે કોરોનાથી આટલા લોકો કેવી રીતે સ્વસ્થ થયા?" લોકો ભાભીનાં પાપડ ખાઈને સ્વસ્થ થયાં? આ કોઈ રાજકીય લડાઈ નથી પરંતુ આ લોકોના જીવ બચાવવા માટેની લડત છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અર્જુનરામ મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એક ખાનગી કંપની 'ભાભીજી'કે પાપડની શરૂઆત કરી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ પાપડ શરીરની પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવશે. .

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. 51 લાખને પર પોઝિટિવ કેસનો આંકડો પહોંચી ગયો છે. તેવામાં આજે રાજ્યસભાના કાર્યકાલમાં કોરોના અંગે ચર્ચા થઈ હતી. કોરોનાની પરિસ્થિતી અંગે વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

Next Story