સંવેદનશીલ મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય: વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને અપાશે રૂપિયા બે લાખની સહાય

New Update
સંવેદનશીલ મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય: વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને અપાશે રૂપિયા બે લાખની સહાય

નુકસાનીનો સર્વે કરીને પણ જરૂરીયાત મુજબ સહાય કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે ગઇકાલે જે વાવાઝોડુ આવ્યુ અને એના પરિણામે જે નાગરિકોના મૃત્યુ થયા છે. તેમના સ્વજનોને રાજય સરકાર રૂપિયા બે લાખની સહાય કરશે. તેમજ વાવાઝોડા ના પરિણામે જે વિસ્તારોમાં ખેતીને નૂકસાન થયુ છે એનો પણ સર્વે કરવા માટે સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે અને સર્વે બાદ જરૂરિયાત મૂજબ એમાં પણ સહાય ચૂકવાશે.

તેમણે ઉમેર્યુ કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ વાવાઝોડા ના કારણે થયેલ મૃત્યુના સ્વજનને રૂપિયા બે લાખ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે તે સહાય પણ ચૂકવાશે.