New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/16192934/0000-1.jpg)
મહિલાઓની
એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સબરીમાલા મંદિરના કપાટ શનિવારે શ્રદ્ધાળુઓ
માટે ખોલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓની એન્ટ્રી સંબંધિત મામલાને 7 જજોની બેન્ચ પાસે મોકલી દીધો છે. જોકે કોર્ટે
પોતાના જૂના નિર્ણયને યથાવત રાખ્યો છે.
સબરીમાલામાં
ધાર્મિક યાત્રા ૧૭ નવેમ્બરથી શરૂ થઈ રહી છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચશે. આ
દરમિયાન સબરીમાલા મંદિરના દર્શન કરવા આવી રહેલી 10 મહિલાઓેને કેરળ પોલીસે અડધે રસ્તેથી પરત મોકલી દીધી
છે.પોલીસના મતે ૧૦ મહિલાઓ મંદિરના દર્શન માટે જઈ રહી હતી. પોલીસે તેમના આઈડી પ્રૂફ ચેક કર્યા હતા
અને આ પછી તેમને પંબાથી પાછી મોકલી દેવામાં આવી હતી.