સમર્થનના બદલામાં એનસીપીએ મૂકી શરત - NDAમાં થી બહાર થાય શિવસેના, કેન્દ્ર સરકારમાં થી રાજીનામુ આપે મંત્રી

New Update
સમર્થનના બદલામાં એનસીપીએ મૂકી શરત - NDAમાં થી બહાર થાય શિવસેના, કેન્દ્ર સરકારમાં થી રાજીનામુ આપે મંત્રી

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઇ હોય તેવું લાગી રહ્યું છે. બીજેપીએ રાજ્યપાલને મળીને સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં સરકાર નહીં બનાવી શકે કારણ કે તેની પાસે સંખ્યા નથી. આ પછી, રવિવારે રાજ્યપાલે, બીજો સૌથી મોટો પક્ષ હોવાને કારણે શિવસેનાને સરકાર બનાવવાનું કહ્યું છે. જોકે, શિવસેનાનો જવાબ આવવાનો બાકી છે, આ દરમિયાન એનસીપીએ શિવસેનાને ટેકો આપવાના બદલામાં એનડીએ સાથેના સંબંધો તોડવાની શરત પણ મૂકી છે. શિવસેનાના નેતા સોમવારે એનસીપીના પ્રમુખ શરદ પવારને મળશે.

Advertisment

એનસીપી નેતા નવાબ મલિકે સ્પષ્ટ કર્યું છે કે જો શિવસેનાને અમારો ટેકો જોઈએ છે, તો તેને એનડીએ સાથેના સંબંધોને તોડવા પડશે અને ભાજપ સાથેના તેના સંબંધો સમાપ્ત કરવા પડશે. તેમણે કહ્યું કે શિવસેનાના સમર્થનના બદલામાં કેન્દ્રીય મંત્રીમંડળના તેના તમામ પ્રધાનોએ રાજીનામું આપવું પડશે. તેમણે કહ્યું કે 12 નવેમ્બરે પાર્ટીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે.