સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 118.07 મીટરે પહોંચી

New Update
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 118.07 મીટરે પહોંચી

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 118.07 મીટરે પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

રાજ્યમાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રાજ્યના 203 ડેમ પૈકી 38 ડેમને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે 16ને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે 14 જેટલા જળાશયો માટે પણ ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે. અને હાલમાં ડેમની જળ સપાટી 118.07 મીટરે પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.