સરદાર સરોવર નર્મદા ડેમ મોડી રાત્રી સુધી ઓવરફ્લો થાય તેવી શક્યતા

New Update
સરદાર સરોવર નર્મદા ડેમ મોડી રાત્રી સુધી ઓવરફ્લો થાય તેવી શક્યતા

પાણીનું સ્તર સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટીથી માત્ર 1 મીટર દૂર

સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક અવિરત ચાલુ રહેતા આજની મોડી રાત્રી દરમિયાન ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94363 ક્યુસેક પાણી આવક થઇ રહી છે, જેના કારણે ડેમની જળસપાટી 120.92 મીટરે પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 121.92 મીટર છે. તેથી, ડેમ ઓવરફ્લો થવામાં 1 મીટરનું જ અંતર હવે બાકી રહ્યું છે. જયારે ડેમમાંથી 22000 ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવી રહ્યું છે. આજ મોડી રાત્રી સુધીમાં ડેમના પાણી તેની સર્વોચ્ચ સપાટી વટાવીને ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.